ભરૂચ : જિલ્લા અને તાલુકા પંચાયતોમાં જંગી મતદાન, સત્તામાં ઉલટફેરની શકયતાઓ

Update: 2021-02-28 14:05 GMT

ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો આમોદ અને જંબુસર નગરપાલિકા માટે બંપર મતદાન થયું છે તો બીજી તરફ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં આદિવાસી વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઉંચી રહી છે.

ભરૂચ જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે મેદાનમાં રહેલાં ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે. ભરૂચ જિલ્લા પંચાયત માટે રવિવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં છેલ્લી ઘણી ટર્મથી ગઠબંધનથી ભાજપ અને કોંગ્રેસે સત્તા ભોગવી છે. ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની પાર્ટીના ઉમેદવારો સત્તાના સમીકરણોમાં મહત્વની ભુમિકા ભજવતાં હોય છે.

ચાલુ વર્ષે ચૂંટણીઓ પહેલાં સાંસદ અહમદ પટેલના નિધન અને બીટીપીએ એઆઇએમઆઇએમ સાથે કરેલાં ગઠબંધનના કારણે જિલ્લા પંચાયતની ચૂંટણી રસપ્રદ બની હતી. હાલ જિલ્લા પંચાયતની તમામ બેઠકો માટે મતદાન પુર્ણ થઇ ચુકયું છે. મતદાન પર નજર કરવામાં આવે તો આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકામાં મતદાનની ટકાવારી 60 ટકા કરતાં પણ વધારે રહી છે. આદિવાસી સમાજના મતો ભાજપને મળ્યાં કે ગઠબંધનને તે મહત્વની બાબત છે. બીજી તરફ લઘુમતી સમાજની વસતી ધરાવતાં ગામડાઓમાંથી કોંગ્રેસને મત મળ્યાં છે કે નહિ તે પણ અગત્યનું છે. હાલ તો ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે. મંગળવારના રોજ હાથ ધરવામાં આવનારી મત ગણતરી બાદ જ મતદારોના મિજાજને કળી શકાશે...

Tags:    

Similar News