ભરૂચ : ધારાસભ્યોના ઘરે અચાનક ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, જુઓ શું છે કારણ

Update: 2020-12-14 10:29 GMT

ભરૂચમાં આવેલાં ભાજપના કાર્યાલય અને બે ધારાસભ્યોના નિવાસસ્થાનની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતાં લોકોમાં અચરજ ફેલાયું હતું. ખેડુતોએ આંદોલનના 19મા દિવસે ધારાસભ્યોના નિવાસે ઘેરાવો કરવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ વિધેયકો ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે દિલ્હી નજીક છેલ્લા 19 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેમાં ભારત બંધ સહિતના કાર્યક્રમો આપ્યા બાદ આજરોજ ભાજપના ધારાસભ્યોના ઘરનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના ઘર અને ઓફીસ બહાર તેમજ જિલ્લા ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે ભરૂચમાં ખેડુતોના કાર્યક્રમની કોઇ અસર જોવા મળી ન હતી. ખેડૂત આંદોલન અંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન હવે રાજકીય બની રહ્યું છે.કેન્દ્ર સરકાર તમામ ચર્ચા માટે તૈયાર છે પરંતુ ખેડૂત આંદોલનના બહાને કેટલાક લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે.

Tags:    

Similar News