ભરૂચ : જિલ્લામાં વેકસીનેશન માટેની તૈયારીઓ શરૂ, ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો

Update: 2020-12-10 10:44 GMT

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓના માધ્યમથી ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 13મી ડીસેમ્બર સુધી આ કામગીરી ચાલશે. 

કોરોના વાયરસના કહેર વચ્ચે હવે સરકાર વેકસીનેશનની તૈયારીઓ ચાલી રહી છે. વેકસીનેશનની કામગીરી સુપેર અને સારી રીતે થઇ શકે તે માટે ડોર ટુ ડોર સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સરવે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે. ભરૂચમાં પણ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વેક્સિનેશન માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આ તમામ અધિકારીઓને હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લાખ લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. વેક્સિન આવી ગયા બાદ વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, કોલસ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વરમાં પણ કોરોનાની વેકસીનના સંદર્ભમાં સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ તંત્ર સજજ બન્યું છે. કોરોના વેકસીન માટે હાથ ધરાયેલા સર્વે બાદ હવે લોકોમાં નવી આશાનો નવો સંચાર થયો છે..

Tags:    

Similar News