ભરૂચ: ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાના જુના સાધકોનું સંમેલન યોજાયુ

Update: 2024-04-01 15:40 GMT

ભરૂચ અને અંકલેશ્વરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર ઉચેડિયા ગામમાં આવેલ ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાની ઓછામાં ઓછી એક દસ દિવસની શિબિર કરી હોય તેવા જુના વિપશ્યી સાધકોનું સંમેલન 31 માર્ચ, રવિવારે યોજાયું હતું.આ સંમેલનમાં ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા, સુરત, વડોદરા, નવસારી, બીલીમોરા, આંણદ, અમદાવાદ જેવા ગુજરાતના અનેક શહેરોમાંથી લગભગ 700 વિપશ્યી સાધકોએ ભાગ લીધો હતો.

આ સંમેલનમાં સૌરાષ્ટ્રના વિપશ્યનાના ક્ષેત્રીય આચાર્ય રાજુ મહેતા, દક્ષિણ ગુજરાતમાં વિપશ્યનાના ક્ષેત્રિય આચાર્ય જ્યંતીભાઈ ઠક્કર, ધમ્મનર્મદા કેન્દ્રના વરિષ્ઠ સહાયક આચાર્ય ડૉ. જિતુભાઈ શાહ, ધમ્મઅંબિકા કેન્દ્રના વરિષ્ઠ સહાયક આચાર્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પધારનાર દરેક સાધક ભાઈ બહેનોએ સાથે વિપશ્યનાનું એક કલાક ધ્યાન કરી પોતાના અંતરમનના વિકારો ઓછા કરી નિર્મળ કરવાનો અભ્યાસ કર્યો હતો. આ સંમેલનમાં વિપશ્યના આચાર્યશ્રીઓએ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ તેમજ આપણી સાધનાની પ્રગતિનું માપદંડ શું છે તે વિષય પર ખુબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમનું સંચાલન વિપશ્યનાના સહાયક આચાર્ય પીનલબેન શાહ અને છાયાબેન ગાંધીએ કર્યું હતું.

Tags:    

Similar News