ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનના 7 ગુનામાં વોન્ટેડ બે રીઢા બુટલેગરોની કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે ભરુચ-નર્મદા અને સુરત જિલ્લા સહિત પ્રોહિબિશનના 7 ગુનામાં વોન્ટેડ બે રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-08-23 08:53 GMT

ભરુચ ક્રાઇમ બ્રાન્ચે ભરુચ-નર્મદા અને સુરત જિલ્લા સહિત પ્રોહિબિશનના 7 ગુનામાં વોન્ટેડ બે રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારો શાંતિ પૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આપેલ સૂચનાને આધારે ભરુચ એલસીબીના પી.એસ.આઈ પી.એમ.વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી ભરુચ-નર્મદા અને સુરત જિલ્લા મળી કુલ પ્રોહિબિશન એક્ટના 4 ગુનામાં સંડોવાયેલ ધ્રુવ ઉર્ફે જીનું પટેલ ભાવનગરથી વડોદરા તરફ ખાનગી બસમાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે વાસદ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તો આવી જ રીતે ભરુચની નર્મદા ચોકડીથી ઓસારા રોડ પરથી બુટલેગર કિશન અશોક ચુડાસમાને ઝડપી પાડી બંને ઈસમોને ભરુચ બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે 

Tags:    

Similar News