ભાવનગર : કોરોનાગ્રસ્ત 5 દર્દી રોગમુક્ત થતાં હોસ્પિટલમાંથી અપાઈ રજા, હાલ 13 દર્દીઓ સારવાર હેઠળ

Update: 2020-04-20 06:41 GMT

મળતી

માહિતી અનુસાર,

ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતેના કોરોના  આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખેલ દર્દીઓની વિગત જોઈએ તો ભાવનગર મહા

નગરપાલિકાના કુલ 29 પોઝીટીવ રિપોર્ટ પૈકી 3 દર્દીનુ અવસાન થયું છે અને 15 જેટલા

દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, ત્યારે વધુ 5 જેટલા લોકોને

કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા

આપવામાં આવી હતી.

ભાવનગર

આરોગ્ય વિભાગ, સર ટી. હોસ્પિટલનો તબીબ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની સેવામાં ખડેપગે રહી સતત સઘન સારવાર હાથ ધરી હતી. સાથો સાથ જિલ્લા

કલેક્ટર ગૌરાંગ મકવાણા, મહા નગરપાઝલકાના કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા

વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, સર.ટી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, ડીન, આરોગ્ય અધિકારી,

E.N.T.ની

સતત સેવા અને મહેનત રંગ લાવી પાંચેય દર્દીઓને ગત ચોવીસ કલાક દરમ્યાન 2 વખત રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા, ત્યારે તમામ 5 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને રોગમુક્ત જાહેર કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં

આવી હતી. આ સાથેજ ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 32 કોરોના પોઝિટિવ કેસોની સામે

કોરોનાના સંક્રમણમાંથી મુક્તિ મેળવનાર દર્દીઓની સંખ્યા 15 થઈ ચૂકી છે. તેમજ હાલ 13 જેટલા દર્દીઓની સઘન સારવાર મેડીકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News