બીજી મા સિનેમા : અંધાધુન

Update: 2018-10-09 10:12 GMT

નામ પર મત જાના થિયેટર પર જા કર ફિલ્મ દેખ લેના

તબુને જોઈને એમ લાગે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કમબેક અશક્ય નથી. પાવરફૂલ સ્ક્રીપ, તબુનો લાજવાબ અભિનય.

સ્ટર્ન મ્યુઝીકે કાન ફાડ્યા, હવે સાંભળો પિયાનો. વાજાપેટીના દાદા સંગીતકાર અમિત ત્રિવેદીને લાખ લાખ સલામ.

હા, વાત કરું છું ‘અંધાધુન’ ફિલ્મ વિશેની. તમે જોઈ આવોને કોઈ એમ કહે દોસ્ત ! જરા સ્ટોરી કહેને, પ્રેમથી એને ૧૦૦ જ રૂપિયાની નોટ પકડાવી દેજો. આ ફિલ્મ જોવાની નથી સાંભળવાની છે, કારણ ફિલ્મનો હિરો આયુષ્માન ખુરાના અંધ નથી અને છે. રહસ્ય એવું છે કે ‘ધી એન્ડ’ સુધી તમને જકડી રાખે. કલાકાર ક્યારેય ઘાતક નથી બનતો એ આ ફિલ્મનો મેસેજ છે. એની પ્રેમિકા ગોપી ગમી જશે.સહ કલાકારોના નામ લખીશ, કાસ્ટીંગ જેણે કર્યું છે એ બેમિસાલ, ‘અનિલ ધવન’ સલામ ! રહસ્યમય પ્રેમગાથા શ્રેષ્ઠ અભિનયની હારમાળા એટલે ‘અંધાધૂંધી’ નામ પર મત જાના. મલ્ટીપ્લેક્ષમાં જાકર મુવી દેખના એ જ રીક્વેસ્ટ છે ‘અંધાધૂંધી’

દિર્ગદર્શક શ્રી રામ રાઘવન, આયુષ્માન ખુરાના (આકાશ), તબુ (સીમી), રાધિકા આપ્ટે (સોફી), અનિલ ધવન ( પ્રમોદ સિન્હા), માનવ વીજ (ઈન્સ્પેક્ટર મહેન્દ્ર), ડૉ.મુન્શી (ઝાકીર હુસેન), રાધિકા (અશ્વિની કાલસેકર), માનુસી (છાયા કદમ) બધા જ પાત્રોનો અનુભવ ફિલ્મના રહસ્યને અકબંધ રાખે. હવે શુ થશે ? આમ જ થશે ? એવું દર્શક તરીકે વિચારો તો ખોટા પડશો. આટલા દાવપેચ રમાતા હોય એવી ઘણા વખતે ફિલ્મ જોઈ. ફિલ્મની શરૂઆતમાં જંગલમાં એક શિકારી સસલાનો શિકાર કરે છે એ જોવાનું ચૂકશો નહિ. પછી બે કલાક સસલુ તમારા સ્મરણપટ પરથી ગાયબ થશે, છેલ્લે આવશે અને કડી મળશે. ફિલ્મનો અંત અતિસુંદર. રસ્તા પર પડેલા કોકના ટીનને એક અંધની લાકડી લાગે અને જે અવાજ આવે અને એ એની જીંદગીનું ફસ્ટ્રેશન બહાર કાઢે. સુપર્બ...

Similar News