ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકી ભાજપના 15 ઉમેદવારના નામની જાહેરાત, મનસુખ વસાવા સતત 7મી વખત ભરૂચ બેઠક પરથી લડશે

ગુજરાતમાં કોંગ્રેસ- આપનું ઈન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે.

Update: 2024-03-02 13:29 GMT

ગુજરાતમાં કોંગ્રેસ- આપનું ઈન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે. ત્યારે આજે ભાજપ દ્વારા ગુજરાતના ઉમેદવારો સહિત દેશમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું નામ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌ પહેલું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાયું છે.કચ્છ - વિનોદ ચાવડા બનાસકાંઠા - રેખા ચૌધરી પાટણ - ભરતજી ડાભી ગાંધીનગર - અમિત શાહ અમદાવાદ પશ્વિમ - દિનેશ મકવાણા રાજકોટ - પુરષોત્તમ રૂપાલા પોરબંદર - મનસુખ માંડવિયા જામનગર - પુનમ માડમ આણંદ - મિતેશ પટેલ ખેડા - દેવુસિંહ ચૌહાણ પંચમહાલ - રાજપાલસિંહ જાદવ દાહોદ - જશવંતસિંહ ભાભોર ભરૂચ - મનસુખ વસાવા બારડોલી - પ્રભુ વસાવા નવસારી - સી આર પાટીલ

Delete Edit


Tags:    

Similar News