શું તમે પણ છેતરપીંડીથી બચવા માટે 200ની જગ્યાએ 210 નું પેટ્રોલ નખાવો છો? જાણો તેની અસલી હકીકત

Update: 2023-07-28 11:28 GMT

ઘણા લોકોનું એવું માનવું હોય છે કે 100ની જગ્યા એ 110 નું પેટ્રોલ નખાવીએ તો વધુ પેટ્રોલ આવે છે અને પંપ વાળા તમને છેતરી શકતા નથી. સૌથી પહેલા તો આપને એ જણાવીએ કે લોકો આવું શ માટે કરે છે. 

હકીકતમાં જોઈએ તો પેટ્રોલપંપ પર 100, 200, 500, અને 1000 જેવા આમાઉન્ટની એન્ટ્રી માટે વન બટન સિસ્ટમ હોય છે. એટલે કે જે આમાઉન્ટમાં વધારે પેટ્રોલ વેચાય છે, તેનો કોડ સેટ કરીને રાખે છે. તેનાથી થાય છે એવું કે જો કોઈ 200 નું પેટ્રોલ માંગે છે તો ફક્ત એ ક બટન દબાવાનું હોય છે. અને 200 કે 500 લખવા પડતાં નથી. ત્યારે આવા સમયે ચાર બટનની જ્ગ્યાએ એક જ બટનથી કામ થઈ જાય છે.

પણ લોકોનું માનવું છે કે જ્યારે પેટ્રોલ પંપ વાળા આ કોડ સેટ કરે છે તો તેમાં છેતરપિંડી કરી લે છે અને પોતાના હિસાબથી લિમિટ નક્કી કરી લે છે. લોકોને આ શોર્ટકટ પર વિશ્વાસ નથી અને તેથી લોકો અલગ અલગ રુપિયાનું પેટ્રોલ નખાવે છે. આ કારણે લોકો 100 રૂપિયાના બદલે 105 કે 110 રૂપિયાનું પેટ્રોલ નાખવે છે.

જેથી પેટ્રોલપંપ કર્મચારીને મેન્યૂઅલી અમાઉન્ટ નાખવું પડે છે. જેનાથી તેઓ છેતરપિંડી કરી શકે નહીં. શું તેનાથી ફાયદો થાય છે? લોકો ભલે આ ટ્રિકથી પેટ્રોલ ભરાવીને ખુશ થતાં હોય, પણ તેનું કોઈ પ્રમાણ નથી કે તેનાથી હકીકતમાં કોઈ ફાયદો થાય છે અને શોર્ટકટ બટનથી પેટ્રોલ લેવા પર ઓછું પેટ્રોલ આવે છે. જો આપને પેટ્રોલ પંપ પર શક છે તો તેની સત્યતા આપ સરકારી રુપથી માન્યતા પ્રાપ્ત લીટર મેજરમેન્ટ મગ દ્વારા પેટ્રોલ પંપની તપાસ કરાવી શકશો. તેના દ્વારા આપ ચેક કરી શકશો કે પેટ્રોલ પંપ પાસે જેટલું પેટ્રોલ માગ્યું છે, એટલું જ આપ્યું છે.

Tags:    

Similar News