શેરબજારમાં જોરદાર શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 20950 પાર.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર શરૂઆત થઈ છે.

Update: 2023-12-08 04:57 GMT

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર શરૂઆત થઈ છે. સારા વૈશ્વિક સંકેતોને કારણે બજાર લીલા નિશાનમાં કારોબાર કરતું જોવા મળ્યું હતું. શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 120 પોઈન્ટના વધારા સાથે 69,600 પર અને નિફ્ટી 45 પોઈન્ટના વધારા સાથે 20,950 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

RBI MPCના નિર્ણય પહેલા રિયલ્ટી અને ઓટો સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી શેર્સમાં એલટીઆઈ માઇન્ડટ્રી અને જેએસડબલ્યુ એક-એક ટકાની મજબૂતાઈ દર્શાવે છે. આ પહેલા ગુરુવારે BSE સેન્સેક્સ 132 પોઈન્ટ ઘટીને 69,521 પર બંધ થયો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા.

Tags:    

Similar News