દિલ્લીનું દંગલ: તમામ પાર્ટીઓએ લગાવ્યું એડીચોટીનું જોર, જાણો કોણ કોણ ઉતર્યું મેદાને

Update: 2020-02-03 07:31 GMT

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માં ચૂંટણી પ્રચારનો છેલ્લો સપ્તાહ બાકી છે, જેમાં રાજકીય પક્ષોએ પોતાનું જોર લગાવ્યું છે. ચૂંટણી પ્રચાર પૂરો થવામાં 96 કલાકથી પણ ઓછો સમય બાકી છે અને હવે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પોતાના દિગ્ગજ નેતાઓને ઉતારીને પોતાની તરફેણમાં વાતાવરણ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દ્વારા જો ભાજપ કમળને ખિલાવવા માંગે છે, તો કોંગ્રેસ 'ગાંધી પરિવાર' ને ઉતારી ચૂંટણી લયમાં પરિવર્તન લાવવા માંગે છે. બસપાના વડા માયાવતી પણ દિલ્હી ચૂંટણી પ્રચારને આગળ વધારવાના છે.

દિલ્હી ચૂંટણીના અંતિમ તબક્કામાં, બદલાયેલા રાજકીય સંજોગોમાં તમામ રાજકીય પક્ષોને તેમની વ્યૂહરચના બદલવાની ફરજ પડી છે. આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલે મોરચો સંભાળી પોતાના પાંચ વર્ષના કર્યો ગણાવી રહ્યા છે અને કામ નહીં કરવા દેવાનો આરોપ લગાવી વિક્ટિમ કાર્ડ પણ રમી રહ્યા છે, તો ભાજપે પણ પહેલા કરતા વધુ આક્રમક સ્વરૂપ અપનાવ્યું છે. બીજી તરફ દિલ્હીના રાજકીય સંઘર્ષમાં શાંત દેખાતી કોંગ્રેસે અચાનક પોતાનું વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. સ્પષ્ટ છે કે દિલ્હી ચૂંટણીના છેલ્લા અઠવાડિયામાં રાજકીય પક્ષ પોતાનો છેલ્લો દાવ અજમાવવા માંગે છે.

ભાજપ દિલ્હીમાં સત્તાના 21 વર્ષના વનવાસને સમાપ્ત કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યું છે. દેશભરમાંથી કેસરી બ્રિગેડે દિલ્હીમાં પડાવ કર્યો છે અને ઘરે ઘરે કમળ ખિલાવવા વિનંતી કરી રહ્યા છે. આ કતારમાં હવે ભાજપનો સૌથી મોટો ચહેરો એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં પ્રચાર કરવા ઉતરી રહ્યા છે.

દિલ્લી ચૂંટણીમાં ખાસ પૂર્વાંચલના લોકોનો દબદબો જોવા મળી રહ્યો છે. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ ચૂંટણી પ્રચાર માટે દિલ્હીની વાટ પકડી છે. રવિવારે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેના ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત સાથે બહાર આવી. એનડીએના નેતાઓ પણ ભાજપની જીતનો માર્ગ મોકળો કરવા દિલ્હીના દંગલમાં પહોંચ્યા હતા.

બિહારના સીએમ નીતીશ કુમારે ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે જાહેર સભાને સંબોધી હતી. ત્યારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના પ્રમુખ ચિરાગ પાસવાને પણ સભા સંબોધન કર્યું હતું. દિલ્લીના સીએમ યોગી આદિત્યનાથ પણ સ્ટાર પ્રચારક તરીકે ભાજપની નૈયા પાર લગાવવા દિલ્લીના ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે રવિવારે દિલ્હીના બદપરપુરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે શાહીન બાગમાં વિરોધના નામે દિલ્હીમાં અરાજકતા ફેલાઇ રહી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ શાહીન બાગમાં અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પાસે શાહીન બાગમાં બિરયાની ખવડાવવાથી ફુરસત જ નથી.

બીજી તરફ કેજરીવાલે પણ ભાજપને આડે હાથ લીધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કિરાડી વિધાનસભા મતક્ષેત્રમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે એક રોડ શો યોજ્યો હતો. આ પછી તેમણે વિશ્વાસ નગરમાં એક જાહેર સભા યોજી હતી, જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્ય પ્રધાને એક પ્રાઇવેટ હેલિકોપ્ટર ખરીદ્યું, પરંતુ કેજરીવાલે હેલિકોપ્ટર ખરીદ્યું નહીં અને તે જ પૈસાથી જનતા માટે વીજળી, પાણી મફત કર્યું. સીએમ યોગી આદિત્યનાથ પર તંજ કસતા કેજરીવાલે કહ્યું કે હવે તેઓ આવીને અમને બતાવશે કે શાળાઓ અને હોસ્પિટલો ખરાબ છે. ગોરખપુર હોસ્પિટલ વિશે તમામ જનતા જાણે છે.

Similar News