આલિયા ભટ્ટ, કૃતિ સેનન, અને અલ્લુ અર્જુનને નેશનલ એવોર્ડથી કરવામાં આવ્યા સ્માનિત

Update: 2023-10-17 17:14 GMT

69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 2021માં સિનેમામાં તેમના શ્રેષ્ઠ યોગદાન માટે પુરસ્કાર જીતનારા કલાકારોનું સન્માન કર્યું હતું. પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી'(Gangubai Kathiawadi) માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને કૃતિ સેનનને ફિલ્મ 'મિમી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'(Pushpa: The Rise) માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આર. માધવનની ફિલ્મ Rocketry: The Nambi ને બેસ્ટ ફીચર ફિલ્મ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. નરગીસ દત્ત એવોર્ડ કાશ્મીર ફાઇલ્સને આપવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે લોકડાઉનના કારણે આ એવોર્ડ સમારોહ એક વર્ષ વિલંબિત થઈ રહ્યો છે. આ વર્ષે આ એવોર્ડ 2021 માટે આપવામાં આવ્યો હતો. ગયા મહિને સપ્ટેમ્બરમાં જ નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.

Tags:    

Similar News