પનામા પેપર્સ લીક કેસમાં ED એ ઐશ્વર્યા રાય બચ્ચનને સમન્સ પાઠવ્યું, ED સમક્ષ થશે હજાર

પનામા પેપર્સ કેસમાં ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

Update: 2021-12-20 07:22 GMT

પનામા પેપર્સ કેસમાં ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને સમન્સ પાઠવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. પનામા પેપર્સ લીક કેસમાં એક કંપનીના કાયદાકીય દસ્તાવેજો લીક થયા હતા, જેમાં બહાર આવ્યું હતું કે લગભગ 500 ભારતીયોના વિદેશી બેંકોમાં ખાતા છે.

2016માં યુકેમાં પનામા સ્થિત લો ફર્મના 11.5 કરોડ ટેક્સ દસ્તાવેજો લીક થયા હતા. આમાં દુનિયાભરની જાણીતી હસ્તીઓના નામ સામે આવ્યા હતા, જેમાં રાજકારણ, બિઝનેસ અને ફિલ્મ જગતની હસ્તીઓ સામેલ હતી. ED 2016 થી આ મામલાની તપાસ કરી રહી છે. એજન્સીએ બચ્ચન પરિવારને નોટિસ જારી કરીને આરબીઆઈની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ 2004 થી તેમના વિદેશી રેમિટન્સની વિગતો આપવા જણાવ્યું હતું.

Tags:    

Similar News