આ ખતરનાક વાયરસના કારણે જસ્ટિન બીબરને થયો પેરાલિસિસ

હોલીવુડના ફેમસ સિંગર જસ્ટિન બીબરના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જસ્ટિન બીબર અચાનક એક ખતરનાક બીમારીથી ઘેરાઈ ગયો છે.

Update: 2022-06-11 07:26 GMT

હોલીવુડના ફેમસ સિંગર જસ્ટિન બીબરના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જસ્ટિન બીબર અચાનક એક ખતરનાક બીમારીથી ઘેરાઈ ગયો છે. જસ્ટિનને રામસે હંટ સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી હોવાનું નિદાન થયું છે. આ બીમારીને કારણે તેનો અડધો ચહેરો પેરાલિસિસ થઈ ગયો છે. આ બીમારી બાદ જસ્ટિન હવે તેના શરીરને થોડો આરામ આપી રહ્યો છે. જસ્ટિને સોશિયલ મીડિયા પર રામસે હંટ સિન્ડ્રોમ નામની બીમારી હોવાનો વીડિયો પોસ્ટ કર્યો છે.

જસ્ટિન બીબરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ કમજોર દેખાઈ રહ્યો છે અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેને બોલવામાં તકલીફ થઈ રહી છે. આ વીડિયોમાં જસ્ટિન કહે છે, 'એક વાયરસના કારણે તેને આ ખતરનાક બીમારી થઈ છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે તેમના ચહેરાના જ્ઞાનતંતુઓ પર સતત હુમલો કરી રહ્યો છે. જેના કારણે અડધો ચહેરો પેરાલિસીસ થઈ ગયો છે.

Tags:    

Similar News