શાહરુખ ખાનની અપકમિંગ ‘જવાન’ ફિલ્મે અમેરિકામાં એડ્વાન્સ બુકિંગથી કરી 1.65 કરોડની કમાણી, જ્યારે યુકેમાંથી 77 લાખ મેળવ્યા.

શાહરુખ ખાનની અપકમિંગ ‘જવાન’ ફિલ્મે અમેરિકામાં એડ્વાન્સ બુકિંગથી કરી 1.65 કરોડની કમાણી, જ્યારે યુકેમાંથી 77 લાખ મેળવ્યા....

Update: 2023-08-28 10:12 GMT

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાને' અત્યાર સુધીમાં યુએસમાં એડવાન્સ બુકિંગથી લગભગ 1.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, ફિલ્મની 13,750 ટિકિટ યુએસમાં રિલીઝ થયાના 11 દિવસ પહેલા 450 સ્થળોએ અગાઉથી વેચાઈ ગઈ છે. અમેરિકામાં ફિલ્મની રિલીઝના 20 દિવસ પહેલા જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

ભારતમાં મુંબઈના કેટલાક વિસ્તારોમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ મુંબઈ-થાણેમાં ફિલ્મની એડવાન્સ બુકિંગની 15 મિનિટમાં જ જવાનના શો લગભગ હાઉસફુલ થઈ ગયા હતા. કેટલાક યુઝર્સે X પર ટિકિટ બુકિંગ સ્ટેટસ પણ શેર કર્યું છે. હાલમાં ફિલ્મની ટિકિટની કિંમત 1100 રૂપિયાની આસપાસ છે. અમેરિકામાં 'જવાન'નું એડવાન્સ બુકિંગ સ્ટેટસ શેર કરતાં મનોબાલા વિજયબાલને લખ્યું કે અમેરિકામાં ફિલ્મના 1884 શો માટે 13750 એડવાન્સ ટિકિટ બુક કરવામાં આવી છે. ફિલ્મે લગભગ 1.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજી તરફ, ટ્રેકર નિશિત શોના જણાવ્યા અનુસાર, ફિલ્મે અત્યાર સુધી અમેરિકા અને કેનેડામાં એડવાન્સ બુકિંગથી 1.85 કરોડની કમાણી કરી છે. અમેરિકામાં 1.65 કરોડ રૂપિયાની ટિકિટ માત્ર ટેક્સાસ અને કેલિફોર્નિયામાંથી જ બુક કરવામાં આવી છે.

Tags:    

Similar News