હોરર થ્રિલર ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેક 'શૈતાન'નું ટ્રેલર રિલીઝ...

અજય દેવગનની આગામી ફિલ્મ 'શૈતાન' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Update: 2024-02-23 10:21 GMT

અજય દેવગનની આગામી ફિલ્મ 'શૈતાન' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર બે સુપરસ્ટાર અજય દેવગન અને આર માધવન સામસામે આવશે. દ્રશ્યમ પછી અજય દેવગન ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા માટે લડતો જોવા મળશે, પરંતુ આ વખતે તેની લડાઈ દુશ્મનો સાથે નહીં પરંતુ કાળી શક્તિઓ સાથે હશે.

Full View

વિકાસ બહલ દ્વારા નિર્દેશિત શૈતાનના ઘણા પોસ્ટર રિલીઝ કર્યા પછી, હવે નિર્માતાઓએ તાજેતરમાં હોરર ફિલ્મ શૈતાન ટ્રેલરનું ટ્રેલર રિલીઝ કર્યું છે. અજય દેવગન અને આર માધવનની ફિલ્મનું આ ટ્રેલર જોઈને તમને ચોક્કસથી આનંદ થશે. આ શોર્ટ ટ્રેલરમાં અજય દેવગન એક લાચાર પિતાના રૂપમાં જોવા મળી રહ્યો છે, જે પોતાની દીકરીને બચાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યો છે. તે જ સમયે, આર માધવને તેની કાળી શક્તિઓથી તેની પુત્રીને ફક્ત નિયંત્રિત જ નથી કરી, પરંતુ તે તેણીને એવા કાર્યો પણ કરાવે છે, જેને જોઈને તમારો આત્મા કંપી જશે.

Tags:    

Similar News