'ધ વાયર' સ્ટાર માઇકલ વિલિયમનું નિધન, ન્યૂયોર્ક સ્થિત ઘરમાંથી મળી ડેડબોડી

Update: 2021-09-07 12:57 GMT

અમેરિકન એક્ટર માઇકલ કે વિલિયમ્સ, જેણે સુપર હિટ સીરીઝ 'ધ વાયર'માં ઉમર લિટિલની ભૂમિકા અદા કરી હતી. ન્યૂયોર્ક શહેર સ્થિત તેનાં એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યો હતો. એક્ટરે 54 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. ન્યૂયોર્ક પોલીસે 2 વાગ્યાની આસપાસ તેનાં ઘરેથી બોડી રિકવર કરી હતી. અત્યાર સુધી તેનાં મોતનું કારણ સ્પષ્ટ નથી થઇ શક્યું.

એમી એવોર્ડ માટે નોમિનેટેડ માઇકલ વિલિયમ્સને HBOની બાલ્ટીમોર બેસ્ટ વેબ સીરીઝ 'ધ વાયર'માં તેની ભૂમિકા માટે જાણીતો છે. ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ સમાચારની પુષ્ટિ કરી છે.

ન્યૂયોર્ક પોલીસ વિભાગનાં પ્રવક્તા લેફ્ટિનેન્ટ જો ગિમોએલએ આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે, 6 સ્પટમેન્બરનાં બપોરે 2 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર) બ્રુકલિનમાં વિલિયમ્સનાં એપાર્ટમેન્ટથી એક ઇમર્જન્સી કોલ આખવ્યો હતો. જેનો પોલીસે જવાબ આપ્યો હતો.

પણ, જ્યારે પોલીસે વિલિયમ્સનાં અપાર્ટમેન્ટ પર પહોંચી તો તે મૃત હતો. બીબીસીની એક રિપોર્ટ અનુસાર, બ્રોડવોક એમ્પાયર એક્ટરનું નિધન ડ્રગ્સનાં ઓવરડોઝને કારણે થયું છે. ન્યૂયોર્ક પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે, એક્ટરનું મોત સંબંધે પોલીસ તપાસ કરી રહી છે આ વચ્ચે મૃતક એક્ટરનાં પરિવારે સોમવારે એક સાર્વજનિક નિવેદન જાહેર કર્યું છે અને એક્ટરનાં નિધનની પુષ્ટિ કરી છે.

Tags:    

Similar News