હેર ગ્રોથને વધારે છે આમળાનો રસ, આ રીતે કરો મસાજ

આમળા તમારા સ્કેલ્પમાં મેલેમીનનું પ્રમાણ પણ વધારે છે. જેના કારણે તમે સફેદ વાળની સમસ્યાથી બચી શકો છો. તો આવો જાણીએ વાળમાં આમળાનો રસ કેવી રીતે લગાવી શકાય.

Update: 2023-04-29 11:10 GMT

આમળા એક આયુર્વેદિક ઔષધિ છે, જેમાં વિટામિન ઇ અને ટેનીન જેવા તત્વો હજાર હોય છે. પહેલાના સમયથી જ કેટલીક બીમારીઓથી લઈને હેર કેરમાં પણ આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં આજે અમે તમારા માટે આમળાનો રસ લઈને આવી ગયા છીએ. આમલામા કેટલાય એવા ગુણો છે જે તમારા વાળને મજબૂતી આપે છે. જેનાથી તમને ખરતા વાળથી છુટકારો મળશે. આ સિવાય આમળાના રસથી વાળને ગ્રોથ મળશે. એટલુ જ નહીં આમળા તમારા સ્કેલ્પમાં મેલેમીનનું પ્રમાણ પણ વધારે છે. જેના કારણે તમે સફેદ વાળની સમસ્યાથી બચી શકો છો. તો આવો જાણીએ વાળમાં આમળાનો રસ કેવી રીતે લગાવી શકાય.

વાળમાં આમળાનો રસ કેવી રીતે લગાવવો:-

વાળમાં આમળાનો રસ લગાડવા માટે સૌથી પહેલા આમળાનો રસ લો.

આ પછી તેને તમારા સ્કેલ્પ પર સારી રીતે લગાવો.

ત્યાર બાદ તેને 5 થી 10 મિનિટ સુધી વાળમાં સારી રીતે મસાજ કરો.

આ પછી તેને લગભગ 20 થી 30 મિનિટ સુધી એમ જ વાળ માં લગાવેલું રહેવા દો.

પછી તેને માઈલ્ડ શેમ્પુથી વાળને ધોઈ નાખો.

સારા પરિણામ માટે અઠવાડિયામાં 2 થી 3 વાર આ પ્રયોગ કરો.  

Tags:    

Similar News