સ્કીન માટે વરદાન સમાન છે નારંગીની છાલનો પાઉડર, આ રીતે કરો ઉપયોગ

Update: 2021-08-17 08:39 GMT

હેલ્ધી સ્કિન મેળવવા માટે ઘરેલૂ ઉપાય બહુ જ અસરકારક સાબિત થાય છે. ઘરેલૂ ઉપાયથી સ્કિનને કોઈ નુકસાન પણ થતો નથી અને સ્કિન સારી પણ રહે છે. જેથી આજે અમે તમને સ્કિન પરની ફાઈન લાઈન્સ, ડાર્ક સર્કલ, ડ્રાય સ્કિન, એક્ને, ડલનેસ દૂર કરવા માટે માત્ર એક બેસ્ટ ઉપાય જણાવીશું.

2 ચમચી નારંગીની છાલનો પાઉડર (તમે ઘરે જ નારંગીની છાલને તડકાંમાં સૂકવી તેને પીસીને તેનો પાઉડર બનાવી શકો છો) અને જરૂર મુજબ દૂધ.જેથી પેસ્ટ બની શકે. સૌથી પહેલાં એક બાઉલમાં 2 ચમચી નારંગીનો પાઉડર લઈ તેમાં પેસ્ટ બને એ રીતે દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી ચહેરા પર આ પેસ્ટને લગાવો.15 મિનિટ રાખીને પાણીથી ચહેરો ધોઈ લો. સપ્તાહમાં બેવાર આ ઉપાય કરો. તમને જાતે જ ફરક દેખાશે.

આ 1 ઉપાય કરવાથી તમારી સ્કિનની ઘણી સમસ્યાઓ દૂર થવા લાગશે. આ પેક લગાવવાથી સ્કિન પર ગજબની અસર દેખાય છે. આ તમામ પ્રકારની સ્કિન ટાઈપના લોકો માટે બેસ્ટ નેચરલ ઉપાય છે. નારંગીની છાલમાં રહેલાં ગુણો અને દૂધ બંને સ્કિન માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. નારંગીમાં રહેલું વિટામિન સી અને અન્ય પોષક તત્વો સ્કિનને ગ્લોઈંગ અને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. સાથે જ દૂરમાં રહેલાં તત્વો પણ સ્કિનમાં નિખાર લાવે છે. 

Tags:    

Similar News