ગાઉનમાં સુંદર દેખાવા માંગો છો? તો આ ટિપ્સ અજમાવો, મળશે એકદમ પરફેક્ટ લુક....

ગાઉનની ગણતરી મહિલાઓના ફેવરિટ ડ્રેસમાં થાય છે. કોઈ પણ ખાસ પ્રસંગમાં તમે ગાઉનને પહેરી શકો છો.

Update: 2023-09-27 11:18 GMT

ગાઉનની ગણતરી મહિલાઓના ફેવરિટ ડ્રેસમાં થાય છે. કોઈ પણ ખાસ પ્રસંગમાં તમે ગાઉનને પહેરી શકો છો. જો કે ગાઉન પહેરતી વખતે મહિલાઓ ઘણી વાર ભૂલ કરે છે. જેના લીધે સંપૂર્ણ દેખાવ ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં ગાઉન સ્ટાઈલ કરતી વખતે જો અમુક બાબતોનું ધ્યાન રાખશો તો તમને પરફેકટ લુક મળી જશે. મહિલાઓ માટે ગાઉન પહેરવું ખૂબ જ સરળ છે. સાથે સાથે ગાઉનમાં મહિલાઓ આરામદાયક પણ ફિલ કરે છે. જો કે કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટે ખાલી ગાઉન પહેરવું જ યોગ્ય નથી. આ સાથે અમે કેટલીક ટિપ્સ જણાવીશું જેને ફોલો કરવાથી તમે ખૂબ જ સુંદર લાગશો.

હળવા જ્વેલરી પહેરવા

ગાઉન સાથે ક્યારેય હેવી જ્વેલરી પહેરવાની ભૂલ કયારેય ના કરતાં, આ તમારા લૂકને સાવ બગાડી નાખે છે. જો તમારું ગાઉન સિમ્પલ હશે તો પણ તેની લંબાઈના કારણે તે હેવી જ લાગશે. આવી સ્થિતિમાં હેવી દાગીના પહેરવાથી તમારો લુક બગડી શકે છે. આથી જ ગાઉન લાઇટ હોય કે હેવી જ્વેલરી હંમેશા સિમ્પલ જ પહેરાવી.

વાળ પર ધ્યાન આપો

તમે સારી એવી હેર સ્ટાઈલ વાળી શકો છો જેથી તમે સુંદર દેખશો. આવી સ્થિતિમાં ગાઉનની એમ્બ્રોડરીને ધ્યાનમાં રાખીને હેરસ્ટાઇલ પસંદ કરો. મિરર વર્ક ગાઉન પહેર્યું હોય તો બન હેરસ્ટાઇલ એ ખૂબ જ સારો ઓપસન રહેશે. આ તમારા વાળને ગાઉનમાં અટવાતા અટકાવે છે. જો તમારી પાસે ટૂંકા વાળ હોય તો તમે તમારા વાળને ખુલ્લા પણ રાખી શકો છો અને જો વાળ લાંબા હોય હોય અને તમારે તેને ખુલ્લા જ રાખવા હોય તો તમે વાળને કલ્સ પણ કરી શકો છો.

હાઇ હિલ્સ પસંદ કરો

ગાઉન સાથે હાઇ હિલ્સ ખૂબ જ સુંદર લાગે છે. પાસનતુ જો તમને હાઇ હિલ્સ પહેરવાની આદત નથી તો તમારે આ ભૂલ ના કરવી જોઈએ. હેવી ગાઉન સાથે તમે હાઇ હિલ્સ પહેરીને તમે અસ્વ્સ્થતા અનુભવી શકો છો. જેના કારણે તમારો આત્મવિસ્વાસ ઘટી જાય છે અને તમારી બધી જ મહેનત પાણીમાં જાય છે.

મેકઅપ

ગાઉન પહેરીને તમે જો મેકઅપ નહિ કર્યો હોય તો લુક સારો નહીં આવે. ગાઉનમાં સુંદર દેખાવા માટે મહિલાઓ ઘણી વાર વધુ પડતો મેકઅપ કરવામાં શરમાતી નથી. પરંતુ હેવી મેકઅપ ગાઉનને બિલકુલ સુત નથી કરતો. આવી સ્થિતિમાં સારું દેખાવા માટે લાઇટ અને ન્યુટરલ ટોનનો મેકઅપ લગાવી શકો છો. આનાથી તમારો લુક પરફેકટ અને બ્રાઇટ બની જશે.ગાઉનમાં સુંદર દેખાવા માંગો છો? તો આ ટિપ્સ અજમાવો, મળશે એકદમ પરફેક્ટ લુક....

Tags:    

Similar News