પંચમહાલ : હાલોલના ગેટ મુવાળા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો સપાટો,દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપી 9 વ્યક્તિઓ સામે નોંધ્યો ગુનો

Update: 2023-07-18 03:06 GMT

ગુજરાત રાજ્ય ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પંચમહાલ જિલ્લાને અડીને આવેલા વડોદરા જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવાને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને અંગત બાતમીદાર મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાલોલ તાલુકાના ગેટ મુવાળા ગામે છાપો મારી ગેટ મુવાળા ગ્રામ પંચાયતના મકાન નજીકના રહેણાંક મકાનો તેમજ અન્ય સ્થળોએ ચાલતો દેશી-વિદેશી દારૂનો ધંધો ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે સ્થળ પરથી દેશી તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે ૪ ઈસમો મેહુલ સુરેશભાઈ પાટણવાડીયા ઠાકોર, સ્નેહલ ઉર્ફે સુનિલ ચીમનભાઈ પાટણવાડીયા, રોહિતભાઈ ઉર્ફે કાન્તિયો રણજીતભાઈ તડવી, અને અજય ઉર્ફે કાળિયો અશોકભાઈ નાયકને દેશી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગેટ મુવાળા ગામે અલગ અલગ રહેણાંક મકાનો સહિતના સ્થળેથી ૪ આરોપીઓને ઝડપી કુલ ૪૭૨ નંગ વિદેશી દારૂની બોટલો જેની અંદાજે કિંમત ૬૦,૧૫૫/- રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ૨૩૩.૫ લીટર દેશી દારૂ જેની કિંમત ૪,૬૭૦/- રૂપિયા તેમજ દારૂના વેચાણ તથા આરોપીઓની અંગ ઝડતી કરી કુલ ૩૯,૯૭૦/- ની રોકડ રકમ ૪ નંગ મોબાઈલ જેની કિંમત ૨૩,૦૦૦/- અને ૩ ટુ-વ્હીલર વાહનો જેની અંદાજે કિંમત ૧,૦૦,૦૦૦/- રૂપિયા મળી કુલ ૨,૨૮,૧૯૫/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા ૪ આરોપીઓ તેમજ ગેટ મુવાળા ગામે દેશી વિદેશી દારૂનો ધંધો કરતા તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય ૫ આરોપીઓ નિલેશ ઉર્ફે નિલ્યો રમેશભાઈ પાટણવાડીયા ઠાકોર, અલ્પેશ રવિન્દ્રભાઈ પાટણવાડીયા ઠાકોર, ભદીબેન ઉર્ફે ભદી મેઘાભાઇ પરમાર, સુરેશ ઉર્ફે જાડો રઇજીભાઈ ઓડ, અને રંગો નામના વ્યક્તિઓ મળી કુલ ૯ આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.

Tags:    

Similar News