એક સાથે ત્રણ પાર્ટીને કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યો ઝટકો, આપ પાર્ટીને નેશનલ પાર્ટીનો આપ્યો દરજ્જો

Update: 2023-04-10 14:52 GMT

કેન્દ્રીય ચૂંટણી પંચે નેશનલ પાર્ટી અને રિજિનલ પાર્ટીઓને લઈને એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. ચૂંટણી પંચે 3 મોટી પાર્ટીઓનો રાષ્ટ્રીય દરજ્જો ખતમ કરીને દિલ્હી-પંજાબની શાસક આમ આદમી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. પંચે આમ આદમી પાર્ટીના ચૂંટણી નિશાન ઝાડૂને પણ મંજૂરી આપી છે. બંગાળના સીએમ મમતા બેનરજીની આગેવાનીવાળી ટીએમસી અને મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી શરદ પવારની એનસીપીનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ ગયો છે. ચૂંટણી પંચે એનસીપી, ટીએમસી અને ડાબેરી CPIનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

કર્ણાટક ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે સારી ખબર આવી છે. ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે.

Tags:    

Similar News