અંકલેશ્વર: સોની ડેન્ટલ ક્લિનિક ખાતે યોજાશે દાંતના રોગનો વિના મૂલ્યે ચેકઅપ કેમ્પ

Update: 2021-02-19 12:15 GMT

અંકલેશ્વરના સોની ડેન્ટલ ક્લિનિક ખાતે તારીખ 20 અને 21 ફેબ્રુઆરી દરમ્યાન દાંતના રોગનો વિના મૂલ્યે ચેકઅપ કેમ્પ યોજાશે.

અંકલેશ્વરની ચૌટા બજાર પોલીસ ચોકી સામે કાર્યરત સોની ડેન્ટલ ક્લિનિક દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ક્લિનિક દ્વારા તારીખ 20 અને 21 ફેબ્રુઆરી દરમ્યાન દાંતના રોગનો વિના મૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20 ફેબ્રુઆરીએ સવારે 10 થી સાંજે 6 તો તારીખ 21 ફેબ્રુઆરીએ સવારે 10 થી 1 દરમ્યાન આ કેમ્પનો લાભ લઈ શકાશે. સોની ડેન્ટલ ક્લિનિકના ડો.શિવાની સોની સહિતના તબીબો દાંતના રોગને લગતી તબીબી સારવાર વિના મૂલ્યે આપશે ત્યારે આ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News