સરકારની પહેલ, પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનાં નામથી ઓળખાશે પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ

Update: 2020-02-14 04:21 GMT

દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની જયંતિ પર તેમને

શ્રદ્ધાંજલિ આપવા માટે વિદેશ મંત્રાલયે એક અનોખો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે

દિલ્હીના પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન તથા

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસનું નામ સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ

કરવાની જાહેરાત કરી છે.

14મી ફેબ્રુઆરીએ સુષ્મા સ્વરાજની

જન્મજયંતિ છે, તેની પૂર્વ

સંધ્યાએ તેમના વારસાને અને દાયકાઓ સુધીની સેવાનું સમ્માન કરવાના ભાગરુપે તેમને

અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવાની જાહેરાત વિદેશ મંત્રાલયે કરી છે. સુષ્મા સ્વરાજને

યાદ કરતાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, ‘‘આ જાહેરાત કરતા ખુશી થઈ કે સરકારે

પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ

ફોરેન સર્વિસનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ કરવાનો

નિર્ણય લીધો છે. એક મહાન જાહેર હસ્તીને શ્રદ્ધાંજલિ. અમને પ્રોત્સાહન આપવા માટે.’’

https://twitter.com/DrSJaishankar/status/1227895571492614144?s=20

અત્રે ઉલ્લેખનીય છે કે, સુષમા સ્વરાજનું 6 ઓગષ્ટ, 2019ના રોજ અવસાન થયું હતું. તેઓ 1998માં દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી

બન્યા હતા. 2009 થી 2014  દરમિયાન લોકસભામાં વિપક્ષના પ્રથમ મહિલા નેતા તરીકે જવાબદારી

સંભાળી હતી.

Tags:    

Similar News