દાહોદ : ઘોડીયા મુખ્યશાળાનું બુથ કેપ્ચર કરવાના પ્રયાસમાં બે ઇવીએમ તોડી નંખાયાં

Update: 2021-02-28 10:48 GMT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા ચરણમાં દાહોદ જિલ્લામાં બુથ કેપ્ચરીંગનો પ્રયાસ થયો હતો. ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામની મુ્ખ્ય શાળા ખાતે ઉભા કરવામાં આવેલાં મતદાન મથકમાં રાખવામાં આવેલાં બે ઇવીએમની તોડફોડ કરાય હતી.

સ્થાનિક સ્વરાજની ખાસ કરીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ચૂંટણી હિંસક બનતી હોય છે. રવિવારના રોજ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. દાહોદમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે વિવિધ જગ્યાઓ પર મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં હતાં. ઝાલોદ તાલુકાના ધોડીયા મુખ્ય પ્રા.શાળામાં બુથ કેપ્ચરીંગનો પ્રયાસ થયો હતો. બે થી ત્રણ લોકોએ ધસી આવી બુથ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકોએ પોલિંગ બુથમાં રાખેલાં બે ઇવીએમમાં તોડફોડ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં રેન્જ આઇજી અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘોડીયા ગામે દોડી આવ્યાં હતાં. પોલીસે મોરચો સંભાળી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બુથ કેપ્ચર કરનારા લોકો કયાં પક્ષના હતાં તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી.

Tags:    

Similar News