ગુજરાત રાજયમાં આજે કોરોનાના 822 નવા કેસ નોધાયા, 2 દર્દીઓના થયા મોત

ગુજરાતમાં કોરોના કેસ ધીમો વધારો સતત યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 822 નવા પોઝિટિવ કેસ નોધાયા

Update: 2022-07-15 16:42 GMT

ગુજરાતમાં કોરોના કેસ ધીમો વધારો સતત યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 822 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. ચિંતાજનક વાત એ છે કે 116 દિવસ પછી કોરોનાને લીધે 2 લોકોનું મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4482 પર પહોંચી ગઈ છે. હાલ વેન્ટિલેટર પર 3 લોકો સારવાર લઈ રહ્યા છે જ્યારે 612 લોકો ડિસ્ચાર્જ લઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 302 કેસ, સુરતમાં 91 કેસ, વડોદરામાં 78 કેસ, મહેસાણામાં 41 કેસ દાખલ થયા, ગાંધીનગરમાં 55 કેસ, ભાવનગરમાં 57 કેસ, રાજકોટમાં 47 કેસ, કચ્છમાં 18 કેસ, અમરેલીમાં 14 કેસ, પાટણમાં 14 કેસ, વલસાડમાં 14 કેસ, ભરૂચમાં 12 કેસ, મોરબીમાં 11 કેસ, સાબરકાંઠામાં 10 કેસ, આણંદમાં 7 કેસ, બનાસકાંઠામાં 7 કેસ, દ્વારકામાં 7 કેસ, ખેડામાં 6 કેસ, નવસારીમાં 5 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, અરવલ્લીમાં 4 કેસ, જામનગરમાં 6 કેસ, તાપીમાં 4 કેસ, દાહોદમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, પોરબંદરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. અમદાવાદ અને ભાવનગરમાં એક એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.

અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10953 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 2,14,800 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.22 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.76 ટકા પહોચ્યો છે.

Tags:    

Similar News