ભાવનગર: પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં આયોજન મંડળની બેઠક યોજાઇ, જુઓ શું લેવાયા નિર્ણય

ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાય હતી

Update: 2023-02-21 08:00 GMT

ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાય હતી જેમાં પ્રભારીમંત્રી દ્વારા લોક સુખાકારીના કામોને અગ્રિમતા આપી કામગીરી કરવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કર્યા હતા

Full View

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓને આયોજન મંડળમાં મંજુર કરવામાં આવેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓને લગતા લોકસુખાકારીના કામોને અગ્રિમતા આપવા, ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે કાર્ય થાય તેમજ એક વર્ષની સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રજાલક્ષી કામોને પ્રજાની સુખકારીનો વિચાર કરીને પ્રાથમીકતા આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં ૧૫% વિવેકાધિન તાલુકા કક્ષા જોગવાઈમાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલી જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક, સી.સી.રોડનાં કામો, કોઝ-વેનાં કામો, નાળાંના કામો, ગટરના કામો, પીવાના પાણીની લાઈન અને બોર-મોટરના કામો, પુર સંરક્ષણ દિવાલ, સ્મશાનમાં ખૂટતી સુવિધાના કામો વધારાના આયોજન સહીતના કામો પ્રભારીમંત્રીશ્રી દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. 

Tags:    

Similar News