ભાવનગર : કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજહંસ નેચર ક્લબ દ્વારા 500થી વધુ ગળા વેલનું વાવેતર કરાયું

કોરોના મહામારીએ સૌને ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ અને રોગ પ્રતિકારક શક્તિ વિશે આયુર્વેદિક વનસ્પતિઓ અને યોગથી ફરી એકવાર જાગૃત કર્યા છે

Update: 2021-06-15 05:20 GMT

કોરોના મહામારીએ સૌને ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ અને રોગ પ્રતિકારક શક્તિ વિશે આયુર્વેદિક વનસ્પતિઓ અને યોગથી ફરી એકવાર જાગૃત કર્યા છે. કોવિડ-19ના ઉપચારમાં એલોપેથીની સાથે વ્યાપક પ્રમાણમાં આયુર્વેદિક વનસ્પતિઓ અને તેમાં પણ ખાસ ગળો કે, જે અમૃત તરીકે પણ ઓળખાય છે. તેનો ઉકાળો ઉપયોગી અને તેનું પરિણામ ખૂબ જ હકારાત્મક આવતા લોકોએ તેનું ભરપૂર સેવન કર્યું છે. આ સંદર્ભે કુદરતનો આભાર માનવા ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં લીમડાના વૃક્ષો પર ગળા વેલનું વાવેતર કરવામાં આવ્યું.

ધારાસભ્ય જીતુ વાઘાણીની પ્રેરણાથી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશ રાવળ તથા રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટના સભ્યો દ્વારા શહેરમાં કાળીયાબીડ, વાઘાવાડી રોડ, પાણીની ટાંકી, ભરતનગર, સુભાષનગર, ગાયત્રીનગર, સરદારનગર, તરસમીયા, રીંગ રોડ, નારી સહિતના વિસ્તારમાં અંદાજિત 500થી વધુ લીમડામાં ગળાની કટીંગ રોપવામાં આવી હતી. આ ગળો રોપણ માટે સંપૂર્ણ ગળો લાવી કટીંગ બનાવનાર શિક્ષક પ્રવીણ ચુડાસમાનો આભાર સાથે અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રકૃતિની દેન હોવાથી તેનું ઋણ ચૂકવવા અને આવનાર સમયમાં વધુમાં વધુ લોકો આ અમૃતનું સેવન કરી નીરોગી રહે તે માટે સંસ્થાના સભ્યો જલ્પેશ ચૌહાણ, હર્ષદ રાવળીયા, મલય બારોટ, યશ વ્યાસ, હાર્દિક મકવાણા સહિતના સભ્યો દ્વારા કાર્ય સંપન્ન થયું હતું. આવનારા સમયમાં ચોમાસાની ઋતુ દરમિયાન હજી આ કાર્યક્રમને વેગ આપવામાં આવશે સાથો સાથ પ્રાણવાયુ પૂરો પાડનાર વૃક્ષોનું ખૂબ જ મોટી સંખ્યામાં સંસ્થા દ્વારા વાવેતર કરવામાં આવશે.

Tags:    

Similar News