ભાવનગર : ઘોઘરોડ પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 5 ઇસમોની ધરપકડ

Update: 2021-07-05 05:28 GMT

ભાવનગર શહેરના જમુનાકુંડ વિસ્તારના બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઘોઘરોડ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. જેમાં દાગીના અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાની ચોરી કરી નાસી છૂટેલ 5 ઇસમોની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે. તસ્કરોને જાણે પોલીસ કે, કાયદાની કોઈ બીક ન રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. જે મકાન માલિક બહારગામ ગયા હોય તેવા મકાનોને તસ્કરો પોતાનું નિશાન બનાવી રહ્યા છે, ત્યારે શિશુવિહાર વિસ્તારના જમનાકુંડ નજીકના એક બંધ મકાનને પણ તસ્કરોએ આ જ રીતે નિશાન બનાવી લાખોના માલમત્તાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી થતા પોલીસે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી ચોરી કરતા શકમંદોની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં શકમંદ પ્રભુદાસ અને અહેમદ અલ્તાફ સેતાની પૂછપરછ કરતા બન્નેએ ગુન્હાની કબૂલાત કરી હતી. જેમાં અન્ય 3 ઇસમોના પણ નામ ખુલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે, પોલીસને પોકેટકોપ એપ દ્વારા વ્યકિત સર્ચ વિકલ્પથી એપના સર્વરમાં રહેલ આરોપીઓના વિશાળ ડેટાબેઝ તથા વાહન સર્ચ વિકલ્પથી વાહનોને લગતી તમામ અગત્યની જાણકારી ગણતરીના મિનિટમાં મળી જવા પામી હતી. જેના કારણે પોલીસને આ ગુન્હો ઉકેલવામાં ઝડપથી સફળતા મળી હતી. ટેકનિકલ સોર્સનો ઉપયોગ ચોરીના ગુન્હાના કામે પોલીસે ભાવનગર શહેરમાં લગાવવામાં આવેલ નેત્રમ તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થયો છે. મહત્વની જગ્યાએ તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર CCTV કેમેરાઓ તેમજ ANPR કેમેરાઓની મદદથી ગુનેગારોએ ઉપયોગમાં લીધેલા રૂટ તેમજ જરૂરી મહત્વની માહિતી મળી હતી. તેમજ આ ગુન્હામાં LCB શાખાના ટેકનિકલ સોર્સની મદદ પણ લેવામાં આવી હતી.

Tags:    

Similar News