ભાવનગર: લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાનનો કરાયો પ્રારંભ, સરકારી કર્મચારીઓ કર્યું મતદાન

જેમાં 1555 જેટલા કર્મચારી અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.

Update: 2024-04-30 06:06 GMT

ભાવનગર લોકસભા બેઠક પર બોટાદ ગઢડા મળી કુલ સાત વિધાનસભા આવેલી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં જોડાયેલ કર્મચારીઓને અધિકારીઓના તાલીમનો પ્રારંભ બાદ બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં તળાજા ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્ય ત્રણ ધારાસભામાં લોકસભાની ચૂંટણીના પગલે જોડાયેલા કર્મચારી અને અધિકારીઓનું બેલેટ પેપરથી મતદાન કરાયું હતું. જેમાં 1555 જેટલા કર્મચારી અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.

25 તારીખથી 28 તારીખ વચ્ચે ચૂંટણી તંત્રમાં અલગ અલગ સ્થળે ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓનું તેમ જ ૮૫ વર્ષ ઉપરની વયના લોકોનું ઘરે બેઠા મતદાનનો કરાવવામાં આવી ચૂક્યું છે જેમાં 85 વર્ષ ઉપરના 920 તેમજ પીડબ્લ્યુડ અંતર્ગત 213 મળીને 1133 જેટલા લોકોએ મતદાન કરી ચૂકેલું છે આમ ત્રણ ધારાસભા અને અન્ય મળીને કુલ 2628 જેટલા ચૂંટણીમાં રોકાયેલા કર્મચારી તેમજ અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરાયું છે

Tags:    

Similar News