ગુજરાતની 26 લોકસભા બેઠકો કબજે કરવા ભાજપે અન્ય રાજ્યના નેતાઓને સોંપી જવાબદારી

ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ઈલેક્શન મોડમાં આવી ગઈ છે.

Update: 2023-05-30 10:01 GMT

ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં પ્રભારીઓની પણ નિમણૂક કરી દીધી છે. ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટો પર કબ્જો કરવાની સાથે મોટી જીતનું લક્ષ્ય પણ નક્કી કરી દીધું છે. આ વચ્ચે હવે ભાજપના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે.2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે અન્ય રાજ્યના નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપી છે. ભાજપે ભગવત કરાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, નારાયણ રાણે, સુધીર ગુપ્તા અને શ્યામ જાજુ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. 

Tags:    

Similar News