ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં આ સરકારી વિભાગમાં આવશે મોટી ભરતી

રાજ્યમાં પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ આવી શકે છે ભરતી, પંચાયત વિભાગમાં 16 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે.

Update: 2021-07-28 12:31 GMT

રાજ્યામાં નોકરીને લઈ એક સારા સમાચાર સામે આવ્યા છે. સૂત્રકીય માહિતી પ્રમાણે રાજ્યમાં પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવી શકે છે. પંચાયત વિભાગમાં 16 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. રાજ્યભરમાં સરકારી નોકરી માટે રાત્રદિવસ એક કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક સૂવર્ણ તક ઉભી થઈ શકે છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે એ વાત પણ સામે આવી છે કે, ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે, પંચાયત વિભાગે જિલ્લા વાઈઝ ખાલી જગ્યાઓની વિગત પણ મગાવી છે.

વૈશ્વિક કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભરતી પ્રક્રિયા પર રોક લાગી ગઈ છે, ત્યારે ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. કોરોના કેસ ઘટતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ અનેક ભરતી પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા હતા પરતું કોરોના કેસ વધતા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરતું GPSCની પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે.

Tags:    

Similar News