રાજ્યના 25 રિસોર્ટમાં જીએસટીના દરોડા, રોકડમાં થયેલા વ્યવહાર પકડાયા

જીએસટી વિભાગે અહીંથી કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક પેન ડ્રાઈવ સહિતના ડફિજીટલ ગેઝેટ અને ડોક્યુમેન્ટ્સ કબ્જે કર્યા છે.

Update: 2022-06-07 07:01 GMT

રાજ્યમાં જીએસટી માં મોટાપાયે ચોરી થાય છે તેવી આશંકા એ સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે સાસણગીર ખાતેના રિસોર્ટ-હોટલ તેમજ અમદાવાદમાં બે બુકિંગ એજન્ટ ના સ્થળ સહિત 25 જગ્યાએ દરોડા પાડ્યા હતા. એસ.જી હાઇવે તેમજ ભીમજીપુરા વાડજ ખાતે ટ્રાવેલ બુકિંગનું કામ કરતા એજન્ટને ત્યાંથી રોકડમાં વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા છે.

માહિતી અનુસાર હોટલ, રિસોર્ટ અને ટ્રાવેલ એજન્ટો દ્વારા ખોટી રીતે આઇટીસી લઇ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હોવાનું માલુમ પડ્યું છે. દરોડા દરમિયાન અધિકારીઓને મોટા પ્રમાણમાં રોકડમાં વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા છે.છેલ્લા અનેક વર્ષોથી આ ટ્રાવેલ એજન્ટ અને રિસોર્ટ દસ્તાવેજમાં ગરબડ કરી મોટાપાયે જીએસટી ચોરી કરતા હતા ત્યારે અમદાવાદ અને રાજકોટ ની અલગ અલગ ટીમે એક સાથે દરોડા પાડ્યા હતા.

સાસણમાં આવેલ ભોજા ગામ અને તેની આસપાસ 70 થી વધુ રિસોર્ટ આવેલા છે તેમાં ધ ગીરી રિસોર્ટ ગીર બોર્ડીગ લોજ જગીરા અનંતા ઇલાઇટ કેરીના રિટ્રિટ રિસોર્ટ લોડ્સ વિશાલ ગ્રીન વુડ અરામ નેસ ગીર નેશનલ પાર્ક અમીધારા સ્ટેચસ્ટર્લિગ રૂદ્રા ગીર સહિતના રિસોર્ટમાં આ દરોડા પાડવામાં આવ્યા છે જીએસટી વિભાગે અહીંથી કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક પેન ડ્રાઈવ સહિતના ડફિજીટલ ગેઝેટ અને ડોક્યુમેન્ટ્સ કબ્જે કર્યા છે. 

Tags:    

Similar News