ગુજરાતમાં આજથી બસના ભાડા થયા મોંઘા, એસટી બસના ભાડામાં કરાયો 25%નો તોતિંગ વધારો....

Update: 2023-08-01 08:49 GMT

રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગને મુસાફરી કરવી મોંઘી બની છે અને સરકારી બસમાં મુસાફરી કરવી હશે તો મોંઘવારીના કડવા ઘૂંટને અમૃત સમજી ઉતારવો પડશે. ગઈ કાલે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટે કરેલી જાહેરાત મુજબ લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં કોચની બસોમાં વધારો કર્યો છે. 

લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસા ભાડુ હતું જેની જગ્યાએ હવે 80 પૈસા કરવામાં આવ્યા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસા જૂનો ભાડુ હતું જે વધારી હવે 85 પૈસા કરવામાં આવ્યા છે અને નોન AC સ્લીપર કોચમાં પ્રતિકિલોમીટર 62 પૈસાની જગ્યાએ હવે 77 પૈસા કરાયા છે. સાથો સાથ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે એવો પણ દાવો કર્યો છે કે, 2014 બાદ પ્રથમવાર આ વધારો કરવામા આવ્યો છે અને જે અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો છે. 

Tags:    

Similar News