વાવાઝોડાની અસરઃ મુસાફરોની સલામતી માટે પશ્ચિમ રેલવેએ 69 ટ્રેન કરી કેન્સલ, સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસ કરાઈ રદ

Update: 2023-06-14 03:50 GMT

અરબી સમુદ્રમાં સક્રિય ખતરનાક વાવાઝોડું આવતીકાલે ત્રાટકે તેવી સંભાવના છે. જેના પગલે મુસાફરોની સલામતી માટે પશ્ચિમ રેલવેએ 69 ટ્રેન કેન્સલ કરી છે. જ્યારે 32 રૂટ ટુંકાવ્યા છે. જ્યારે 26 ટ્રેન શોર્ટ ઓરજીનિટેટ કરી છે. આજે ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે. જ્યારે અમદાવાદ-ગાંધીધામ વચ્ચે આ રેલનો વ્યવહાર બંધ રહેશે. 12 જૂનના ઉપડનારી ભાગલપુર-ગાંધીધામ સ્પેશલ ધ્રાંગધ્રા, પુરી-ગાંધીધામ અમદાવાદ, માતા વૈષ્ણોદેવી કટારા-હાપા સર્વોદય એક્સપ્રેસ હવે હાપા સુધી જ દોડશે.

તો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતથી વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લામાં દોડતી એસટી બસો પણ ત્રણ દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસ રદ કરાઈ છે. જ્યારે 60 બસના રૂટ ટૂંકાવાયા છે. જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર જતી બસના રૂટ ટૂંકાવાયા છે. સોમનાથ, મહુવા, દીવ, પોરબંદર, વેરાવળ જતી એસટી બસો પણ રદ કરવામાં આવી છે.

Tags:    

Similar News