રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 174 કેસ નોંધાયા, 268 દર્દીઓ થયા સાજા

Update: 2023-04-17 15:53 GMT

રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કોરોનાના કેસ 300ની આસપાસ આવી રહ્યા હતા ત્યારે આજે કોરોના કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 174 કેસ નોંધાયા છે. જેની સામે 268 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. ત્યારે છેલ્લા 17 દિવસમાં કોરોનાથી રાજ્યમાં 17 દર્દીઓના મોત નિપજ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 2215 એક્ટિવ કેસ

કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2215 એક્ટિવ કેસ છે. જેમાંથી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2210 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,74,207 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 58 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં નવા 30 કેસ સામે આવ્યા છે. સુરતમાં 30 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 9 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે. રાજકોટમાં 7 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 5 કેસ નોંધાયા છે. વલસાડમાં 4 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, અમરેલીમાં 2 કેસ, ભાવનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, મોરબીમાં 2 કેસ, નવસારીમાં 2 કેસ, અરવલ્લીમાં 1 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, સુરેન્દ્રનગરમાં 1 કેસ અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે.

Tags:    

Similar News