ઓપરેશન ગંગા અંતર્ગત આજરોજ ભુજ પરત ફરેલા બે વિદ્યાર્થીઓને સાંસદ વિનોદભાઈ ચાવડાએ સાંત્વના પાઠવી

Update: 2022-03-04 15:47 GMT

યુક્રેનની પ્રવર્તમાન યુદ્ધ પરિસ્થિતિમાંથી ભારત સરકાર દ્વારા "ઓપરેશન ગંગા" હેઠળ આજરોજ ભુજ ખાતે સ્વગૃહે પરત ફરેલા મેડીકલના વિદ્યાર્થીઓ રાજ મધુકાન્ત ગોર અને મલેક ઇશા અમીનભાઇ સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સાંત્વના ગોષ્ઠિ કરી હતી તેમની સાથે ભુજના નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર અને અગ્રણીઓ ઉપસ્થિત હતા.

'ઓપરેશન ગંગા' હેઠળ પોલેન્ડથી રાજ ગોર અને રોમાનિયાથી ઈશા મલેકને સ્વગૃહે ભુજ પરત ફરવા સુધીની આપવીતી સાંસદએ બન્ને પાસેથી જાણી તેમને અને તેમની સાથે આવેલા રાજની માતા અને ઈશાના પિતા સાથે પણ સંવેદના સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને સરકારના પ્રયત્નોથી દેશ અને રાજ્યના યુવાઓ સ્વગૃહે પરત ફરી રહ્યાં છે અને હજુ અન્યોને પરત લાવવાના પ્રયત્નો ચાલુ છે તે બાબતે સૌએ વિગતે વાતચીત કરી હતી.

રાજભાઇ ગોરે પોતાની આપવીતી જણાવતાં સરકાર દ્વારા વિનામૂલ્યે માદરેવતન પરત પહોંચવામાં જે મદદ કરી છે તેનો ઉલ્લેખ કરી ભારત અને રાજ્ય સરકાર તેમજ સંકળાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.પોલેન્ડમાં શાઇની બોર્ડર પહોચવામાં તેમણે પ્રતિ વ્યક્તિ ચૂકવેલી મોટી રકમ અને વ્યથા સામે વિનામુલ્યે સંવેદનાથી સ્વગૃહે પહોચાડવાના 'ઓપરેશન ગંગાનો' આ તકે તેમણે આભાર માન્યો હતો. ગંગાસ્વરૂપા તેમનાં મમ્મી જયબહેને આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા, ડો. નિમાબેન આચાર્ય, જિલ્લા અને રાજ્ય સરકાર અને વિશેષ નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો.

રોમાનિયાથી આવેલા ઇશા મલેકે પણ આ તકે પોતાના પરિવાર સાથે પુન:મળાવવા બદલ ઓપરેશન ગંગા, સાંસદ વિનોદભાઈ, ડો.નિમાબેન આચાર્ય અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો તેમજ તેમના પિતાએ પણ આ બાબતે સંવેદના દાખવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'ઓપરેશન ગંગા' દ્વારા દેશના બાળકોની ચિંતા કરી સૌને સ્વગૃહે પરત લાવવા જે જહેમત ઉઠાવી છે તેના માટે પણ તેમણે દરેકનો આભાર માન્યો હતો.

Tags:    

Similar News