WHOના વૈજ્ઞાનિકે કહ્યું,પહેલી વાર સંક્રમણ બાદ 3 ગણો જલ્દી શિકાર બનાવે છે ઓમિક્રોન

Update: 2021-12-07 03:50 GMT

WHOના મુખ્ય સાયન્ટિસ્ટ ડો.સોમ્યા સ્વામીનાથને સોમવારે કહ્યું કે કોરોના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોન વેરિએન્ટના પહેલા હુમલાના 90 દિવસ બાદ ફરી સંક્રમણની સંભાવના 3 ગણી વધારે છે. એક મીડિયા ઈન્ટર્વ્યૂહમાં ડો. સ્વામીનાથને કહ્યું કે વેરિએન્ટ પર વિષાણુ અને તેના ફેલવાનો ડેટા મળવાના સમયમાં લાગે છે.

વર્તમાન વૈજ્ઞાનિક જે જાણે છે કે તે છે દ. આફ્રિકામાં ઓમિક્રોન પ્રમુખ વેરિએન્ટ છે. સ્વામીનાથને કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોનમાં સક્રમણના 90 દિવસો બાદ ફરીથી સંક્રમણના 3 ગણાથી વધારે સામે આવ્યા છે. જોકે ઓમિક્રોન સંક્રમણની ક્લીનિકલ વિશેષતાઓને સમજવા માટે હજું તો આ શરુઆતનો સમયછે. મામલામાં વૃદ્ધિ અને હોસ્પિટલમાં દાખલની વચ્ચેનો એક અંતર છે. આ બિમારી કેટલી ગંભીર છે. એ જાણાવા માટે આપણે હોસ્પિટલમાં દાખલ થનારા દરનું અધ્યયન કરવા માટે 2-3 અઠવાડિયાની રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે દ. આફ્રીકામાં ઓમિક્રોનથી બાળકોમાં સંક્રમણ થઈ રહ્યું છે. જેથી અહી ટેસ્ટિંગ વધારાયું છે. સ્વામીનાથે જણાવ્યું કે વર્તમાનમાં બાળકો માટે અનેક રસી ઉપલબ્ધ નથી અને ફક્ત થોડાક દેશોના બાળકો માટે રસીકરણ શરુ થયું છે અને આના કારણે બાળકોમાં મામલા વધી શકે છે. હાલ આપણે ડેટાની રાહ જોઈ રહ્યા છીએ જેથી બાળકો પર ઓમિક્રોન વેરિએન્ટની અસર ખતમ કરી શકાય છે. સ્વામીનાથને કહ્યું કે અમે રસીકરણ પર એક વ્યપાક અને વિજ્ઞાન આધારિત દ્રષ્ટિકોણ અપનાવવાની જરુર છે. ત્યારે આ જ વાયરસ છે જેનાથી આપણે લડી રહ્યા છીએ અને એટલા માટે આનાથી બચવાના ઉપાયો એજ રહેશે. રસીની જરુર છે તો એ એ વાત પર નિર્ભર રહેશે કે રસીમાં કેટલી ઈમ્યૂન એસ્કેપ છે.

Tags:    

Similar News