પંચમહાલ : મુસ્લિમ બિરદારોના પવિત્ર પર્વ મહોરમ પૂર્વે હાલોલ ટાઉન પોલીસ દ્વારા ફ્લેગ માર્ગ યોજાય...

હાલોલ નગર ખાતે હાલમાં મુસ્લિમોના પાવન પર્વ મોહરમ નિમિત્તે ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યા છે.

Update: 2023-07-28 12:30 GMT

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે મુસ્લિમ બિરદારોના પવિત્ર પર્વ મહોરમને અનુલક્ષીને ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. પંચમહાલના હાલોલ નગર ખાતે હાલમાં મુસ્લિમોના પાવન પર્વ મોહરમ નિમિત્તે ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં તા. 29મી જુલાઈ શનિવારના રોજ મોહરમનું ભવ્ય જુલુસ નગર ખાતે યોજાનાર હોઈ જેથી હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉન પોલીસ દ્વારા નગર ખાતે મહોરમના પર્વને અનુલક્ષીને ઝુલુસ પૂર્વે શાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની જાળવણી સાથે સંપૂર્ણ કોમી ભાઈચારાની ભાવના વચ્ચે યોજાય રહી છે.

જેને લઈને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓએ પોલીસ ચોકીથી ફુટ પેટ્રોલિંગનો આરંભ કરી નગરના બજાર વિસ્તારમાં રહી લીમડી ફળિયા, કસ્બા વિસ્તાર, કોઠી ફળિયા, હજરત બાદશાહ બાબાની દરગાહ વિસ્તાર તેમજ પાવાગઢ રોડ અને અરાદ રોડ, ઘોડાપીર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Tags:    

Similar News