પંચમહાલ: કાલોલ પોલિસે પુઠ્ઠાની આડમાં લઇ જવાતો 27 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Update: 2024-03-13 17:25 GMT

ટ્રકમાં લઈ જવાતો 27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો પ્રાપ્ત માહિતી મુજબ, કાલોલ પોલીસે બાતમીને આધારે ,ગોધરા તાલુકાના રામપુરા ગામે રહેતા રમેશભાઇ ગનાભાઈ વણકર નામના બૂટલેગરે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. આ વિદેશી દારૂનો જથ્થો ભરેલો આઇસર ટેમ્પો દેલોલ પાસે આવેલી સતલુજ હોટેલના પાર્કિગમાં રાખ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા બાતમી મુજબની જગ્યાએ છાપો માર્યો હતો. પોલીસે બાતમી મુજબના વર્ણનવાળા આઇસર ટેમ્પોમાં તપાસ કરતા ચાલક જોવા મળ્યો ન હતો. જ્યારે ટેમ્પોમાં તપાસ કરતા પૂઠ્ઠાની આડમાં રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ 27.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને 10 લાખની ટ્રક મળીને કુલ રૂ 37.84 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે કાલોલ પોલીસમથકે ટ્રકના ચાલક અને દારૂનો જથ્થો મંગાવનાર રમેશભાઈ ગનાભાઈ વણકર સામે પ્રોહીબિશનધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

Tags:    

Similar News