ભાવનગર જીલ્લાના તળાજા મહુવા પંથકમાં જામ્યો વરસાદી માહોલ.

ભાવનગર જીલ્લાના મહુવા-તળાજા પંથકમાં પણ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો

Update: 2022-06-13 15:14 GMT

આજે રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગર જીલ્લાના મહુવા-તળાજા પંથકમાં પણ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં તળાજા પંથકના પાદરગઢ, કુંડવી, બોરડી, ગાધેસર, વાટલીયા, જાગધાર, રોયલ, સાંગાણા, કામરોળ સહિતના ગ્રામ્ય પંથકમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

જયારે મહુવા શહેર અને પંથકમાં પણ ભારે બફારા બાદ નેવાધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. આકારો ઉનાળો સહન કર્યા બાદ જયારે હવે વરસાદી માહોલ જામતા જે પ્રમાણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને લઇ લોકોમાં એક પ્રકારે આનંદની અનુભૂતિ જોવા મળી રહી છે. જયારે જગતનો તાત પણ વાવણી લાયક વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે.

Tags:    

Similar News