ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે,ભાજપ મોટો દાવ ખેલે એવી શક્યતા

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

Update: 2023-06-05 12:51 GMT

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. 18 ઓગસ્ટે ત્રણ બેઠકોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. જેથી આ રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે.કેન્દ્રીય ચૂંટણી પંચે જે રાજ્યોમાં રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે, તે રાજ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં ચૂંટણી પંચે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે. આ વખતે પણ 3 બેઠકો પર ભાજપ પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી 3 બેઠક ફરી ભાજપના ફાળે જવાની શક્યતા છે.

Tags:    

Similar News