ભારતીય હાઈ કમિશનનું નિવેદન : યુએસ-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામનાર 4 ગુજરાતીઓ ડિંગુચાના વતની

Update: 2022-01-28 05:00 GMT

કેનેડાથી યુએસમાં ગેરકાયદેસર પ્રવેશવામાં માનવ તસ્કરીનો મામલો બહાર આવ્યો છે, ત્યારે આ બોર્ડર પર મૃત્યુ પામનાર 4 લોકો ગાંધીનગરના ડિંગુચાના વતની અને ગુજરાતી પરિવારના સભ્યો હોવાનું ભારતીય હાઈ કમિશન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

મહેસાણા તરફ જતાં આવતું ગાંધીનગર જિલ્લાનું છેલ્લું ગામ એટલે ડીંગુચા. આ ગામમાં NRI હોવાનો અર્થ સફળતા છે. જોકે, આ ગામના લોકોમાં વિદેશમાં વસવાની ગાંડી ઘેલછા છે, ત્યારે 7,000ની વસ્તી ધરાવતાં ડીંગુચાની લગભગ અડધી વસ્તી કેનેડા, યુએસ અને યુકે જેવા દેશોમાં જઈને વસી છે. ડીંગુચા ગામ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. આ ગામનો 4 સભ્યોનો પરિવાર ગેરકાયદેસર રીતે કેનેડાથી યુએસમાં પ્રવેશ કરવાનો હતો, પરંતુ તે પહેલા જ ઠંડીમાં ઠૂંઠવાયને કેનેડાની સરહદે મૃત્યુ પામ્યો હતો, ત્યારે આ બોર્ડર પર મૃત્યુ પામનાર 4 લોકો ગાંધીનગરના ડિંગુચાના વતની અને ગુજરાતી પરિવારના સભ્યો જગદીશ પટેલ, વૈશાલી પટેલ, વિહંગા ઉર્ફે ગોપી પટેલ અને ધાર્મિક પટેલ હોવાનું ભારતીય હાઈ કમિશન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ તમામ લોકોના ગત તા. 19 જાન્યુઆરીએ કેનેડા બોર્ડર પરથી મૃતદેહ મળી આવ્યા હતા અને ભારતીય હાઈ કમિશન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી.


Tags:    

Similar News