હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ અમુક જગ્યાએ સામાન્ય વરસાદની કરી આગાહી

Update: 2023-12-02 15:31 GMT

ગુજરાતમાં હજુ શિયાળાએ દસ્તક દીધી હતી ત્યાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાજેતરમાં મિની વાવાઝોડા વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અરવલ્લી, મહીસાગર, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ દિશાના પવનો અને ભેજના કારણે વરસાદ પડશે. બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે અને પવન 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

Tags:    

Similar News