18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Update: 2023-07-15 04:24 GMT

18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, ગુજરાતમાં અતિવૃષ્ટી થશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણી પાણી થશે. 17 જુલાઈથી ભારેથી અતિભારેથી વરસાદની આગાહી છે. નર્મદા, તાપી સહિતની નદીઓમાં પુર આવશે, સરદાર સરોવર ડેમ છલકાશે.

Tags:    

Similar News