આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતનાં આ 4 જિલ્લાઓમાં 'ઍલર્ટ'

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

Update: 2023-04-19 10:53 GMT

એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના રવિપાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાની સામે યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. તો બીજી તરફ હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં વાવાઝોડા સાથે સુરત, નવસારી, ડાંગ, તાપીમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ભરઉનાળે ફરી માવઠાને લઈને આગાહી કરતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

Tags:    

Similar News