વડોદરા : કેરેટમાંથી દૂધની અનેક થેલીઓ ઉઠાવતો તસ્કર CCTVમાં કેદ, ચ્હાની રેકડીવાળાઓમાં રોષ...

Update: 2023-07-04 15:01 GMT

અલકાપુરીમાં ચાની રેકડી પર દૂધની થેલીઓની ચોરી

દૂધની થેલીઓ ઉઠાવતા તસ્કરની કરતૂત CCTVમાં કેદ

પોલીસ દ્વારા પેટ્રોલીંગમાં વધારો થાય તેવી માંગ ઉઠી

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પરની ચાની રેકડી પરથી અવારનવાર દૂધની થેલીઓ ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. લોકોને ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના ચાની રેકડીવાળાને ત્યાં ફરીવાર આજે વહેલી સવારે 6 કેરેટમાંથી દૂધ લઈને તસ્કર પલાયન થઈ ગયો હતો. આ અગાઉ 2 દિવસ પહેલા જ અહીંયાથી 3 કેરેટ દૂધની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે આસપાસના રહેલા CCTV ફૂરેજ તપાસ કરતાં તસ્કરની કરતૂત CCTVમાં કેદ થયેલી જોવા મળી હતી. જોકે, પોલીસ દ્વારા કરવામાં આવતી પેટ્રોલીંગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે, ત્યારે હવે પોલીસ પેટ્રોલીંગના સમયમાં વધારો થાય તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News