વલસાડ : મતદાન જાગૃતિ અર્થે તિથલમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ "બીચ મેરેથોન"ને પ્રસ્થાન કરાવી...

ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે લીલી ઝંડી બતાવી બીચ મેરેથોનને પ્રસ્થાન કરાવી હતી.

Update: 2022-11-23 13:01 GMT

ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણી આગામી ડિસેમ્બર 2022ના SVEEP કેલેન્ડર મુજબ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં મતદાન જાગૃતિ કેળવવા તા. 23-11-2022ના રોજ સવારે 7 કલાકે વલસાડના તિથલ બીચથી સ્વામિનારાયણ મંદિર સુધી બીચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે લીલી ઝંડી બતાવી બીચ મેરેથોનને પ્રસ્થાન કરાવી હતી. દરિયા કિનારે રહેતા લોકો મતદાન કરવા માટે જાગૃત થાય અને તા. 1 ડિસેમ્બરના રોજ વધુમાં વધુ મતદાન કરે એવા શુભ આશય સાથે "વોટ આપવાનું ભૂલશો નહી"ના બેનર સાથે આ બીચ મેરેથોન યોજાઈ હતી. જેના થકી લોકો સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. મેરથોનમાં સામેલ ફર્સ્ટ ટાઈમ વોટર એવા કોલેજના તમામ વિદ્યાર્થીઓને મોબાઈલમાં VALSAD -DEO એપ ડાઉનલોડ કરાવી વોટરના પોલિંગ બુથ વિશે સમજ આપી પોતે તેમજ આસપાસના નાગરિકોને લોકશાહીમાં મતદાન કરાવવા જણાવ્યું હતું. આ મેરેથોનમાં રમત ગમતમાં રસ ધરાવતા વલસાડની કોલેજ અને શાળાઓના વિદ્યાર્થીઓ, જિલ્લાના વ્યાયામ શિક્ષકો, એન.સી.સી.ના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ જુદી જુદી શાળા અને સંસ્થાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News