વલસાડ : વાપી નગરપાલિકાના ડુંગરા ખાતે રાજ્‍યમંત્રીની ઉપસ્થિતિમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Update: 2021-07-12 12:34 GMT

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્‍તારમાં લોકપ્રશ્નોના નિકાલ માટે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.


આ અવસરે મંત્રીએ જણાવ્‍યું હતું કે, લોકોપયોગી પ્રશ્નો નિવારણ કરવાના ધ્‍યેય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજાજનોને સીધા સ્‍પર્શતા હોય તેવા વ્‍યવહારુ પ્રશ્નોના સ્‍થળ ઉપર નિકાલ કરાશે. મંત્રીએ સંબધિત અમલીકરણ અધિકારીઓને આજે રજૂ થયેલા પ્રશ્નોનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ થાય તેની સ્‍પષ્‍ટ સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં રસ્‍તા, પીવાના પાણી, સ્‍ટ્રીટલાઇટ, મહેસુલી, ટ્રાફિક સમસ્‍યા, કાયદો-વ્‍યવસ્‍થા, શિક્ષણ, આરોગ્‍ય, ડી.જી.વી.સી.એલ. સહિતના વિવિધ વિભાગોને સ્‍પર્શતા 25 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સી.પી.પટેલ, વાપી નગરપાલિકા ચીફ ઓફિસર દર્પણ ઓઝા, વાપી નગરપાલિકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, વાપી શહેર મહિલા મોરચા મંત્રી, વાપી શહેર સંગઠન મંત્રી, સામાજિક અગ્રણીઓ, નગરપાલિકાની વિવિધ સમિતિ અધ્‍યક્ષ, નગરપાલિકા સભ્‍યો, વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ અને નગરજનો હાજર રહયા હતા.

Tags:    

Similar News