અમરનાથ યાત્રા નું રજીસ્ટ્રેશન શરુ કરાયુ.

Update: 2016-03-17 07:30 GMT

શ્રી બરફાની બાબા અમરનાથજીની યાત્રા 2જી જુલાઈ થી શરુ થઈને 18 ઓગષ્ટ 2016 દરમિયાન ચાલશે.યાત્રા પર જવા માટે ઈચ્છતા યાત્રાળુઓ માટે જમ્મુ કાશ્મીર ના શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન શરુ કર્યું છે.તારીખ 29મી ફેબ્રુઆરી 2016 થી દરેક બેંકની બ્રાંચ માં યાત્રા નું રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.જેમાં 13 વર્ષ થી નાના અને 75 વર્ષીય વૃદ્ધ તથા ગર્ભવતીય મહિલાઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે નહિ તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.આ ઉપરાંત તમામ યાત્રી ઓએ રજીસ્ટ્રેશન ની સાથે હેલ્થ સર્ટીફીકેટ પણ રજુ કરવાનું રહેશે.

Similar News